BREAKING NEWS

જામનગર: કાલાવડ નાકા બહાર ઘોડીપાસા ખેલતા ચાર શખ્સો ઝડપાયા

  • October 26, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડ નાકા બહાર ઘોડીપાસા ખેલતા ચાર શખ્સો ઝડપાયા

મોટી ખાવડી, લાલપુર અને કિશાનચોકમાં ૩ વર્લીબાઝની અટકાયત

જામનગરના કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પીટલ પાસે ગાડીની આડસમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે દરોડામાં ચાર શખ્સો ઝપટે ચડયા હતા, જયારે મોટી ખાવડી, લાલપુર, અને કિશાનચોક નજીક ૩ વર્લીબાઝની અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના રંગુનવાલા હોસ્પીટલ પાસે જાહેરમાં પાર્ક કરેલી ગાડીની આડસમાં ઘોડીપાસાનો જુગાર રમતા ગુલાબનગર હરીપાર્કમાં રહેતા વસીમ મુસ્તફા મેતર અને મોટાપીર ચોકમાં રહેતા ફીરોજ ઉર્ફે મુન્નો ઓસમાણ સિપાઇ આ બંનેને રોકડા ૬૭૦ સાથે પકડી લીધા હતા.

ઉપરાંત અહીં બીજા દરોડામાં ઘોડીપાસાનો જુગાર રમતા રંગુનવાલા દવાખાના પાસે રહેતા મોહીન ઇકબાલ બકાલી અને કડીયાવાડ બકાલા માર્કે પાસે રહેતા કિશોર ડાયાલાલ પરમાર આ બંનેને રોકડા ૮૦૦ અને પાસા સાથે દબોચી લીધા હતા. 
​​​​​​​
અન્ય દરોડામાં મોટી ખાવડીમાં રહેતા મુકેશ મોતી વાંજાને આ વિસ્તારમાં વર્લીનો જુગાર રમતા રોકડા ૪૧૦ સાથે દબોચી લીધો હતો. તેમજ લાલપુર ચાર થાંભલા પાસે રહેતા હસમુખ ઉર્ફે હકો મગન સાદરીયાને આ વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૨૦૦ સાથે અને જામનગરના મકરાણી કબ્રસ્તાનથી આગળના વિસ્તારમાં રહેતા હુશેન ઉર્ફે હુસી જમાલ શેખને જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૬૦૦ અને એક ચિઠ્ઠી સાથે ઝડપી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News