BREAKING NEWS

જામનગર શહેરમાં ટાઉનહોલ ખાતે તેમજ ચાંદીબજારમાં મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી વિવિધ કાર્યક્રમો સાથે મનપા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

  • October 02, 2025 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ટાઉનહોલ ખાતે તેમજ ચાંદીબજારમાં મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી વિવિધ કાર્યક્રમો સાથે મનપા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી...

ભારત સરકાર ધ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધ્ધાંજલી આપવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે તથા તા.૧૭/૦૯/ર૦રપ થી તા.૦ર/૧૦/ર૦રપ સુધી “સ્વચ્છતા હી સેવા-ર૦રપ” સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષેની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-ર૦રપ”ને  “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ટાઉન હોલ ખાતે તેમજ ચાંદી બજાર માં મહાત્મા ગાંધીજી ને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં ટાઉન હોલથી રણમલ તળાવ સુધી સ્વચ્છતા રેલી કરવામાં આવી તેમજ રણમલ તળાવ ખાતે સ્વચ્છતા અંગેના નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા સાથે સાથે શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા. શહેરના તમામ વોર્ડ વિસ્તાર માં સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા,ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશ્નર ડી. એન. મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા , નોડલ ઓફિસર રાયજાદા આસી. કમિશ્નર(વ) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નર(ટેક્ષ) જીજ્ઞેશભાઈ નિર્મળ,   શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, માન.   શાસક પક્ષ નેતા  આશીશભાઈ જોષી, તેમજ મ્યુ. સભ્યઓ, નાયબ કાર્યપાલક ઈજનેરઓ તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ., વેપારી એસોસિએશન,વેગેરે કાર્યક્રમમાં જોડાયા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application