BREAKING NEWS

ટ્રમ્પ તોડશે પરંપરા: ચીનના રાષ્ટ્ર્રપતિ જીનપિંગને આવકારવા એરપોર્ટ જશે

  • September 23, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ચીનના સંબંધોમાં એક મોટો રાજદ્રારી વળાંક જોવા મળી રહ્યો છે. ચીનના રાષ્ટ્ર્રપતિ શી જીનપિંગ ટૂંક સમયમાં અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટી પરંપરા તોડીને જાતે એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ યુએસ પ્રેસિડેન્ટે ચીનના રાષ્ટ્ર્રપતિનું એરપોર્ટ પર જઈને સ્વાગત કયુ નથી, તેથી ટ્રમ્પ આવું કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્ર્રપતિ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીની બહાર આવેલા એન્ડ્રુઝ એરફોર્સ બેઝ ખાતે જઈને શી જીનપિંગ નું વ્યકિતગત સ્વાગત કરશે. વર્ષેાથી ટ્રમ્પ ચીન પર અમેરિકાનો આર્થિક ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવતા આવ્યા છે અને કઠોર ટેરિફ નીતિઓ અપનાવતા આવ્યા છે, પરંતુ આ મુલાકાતમાં તેઓ કઠોર નેતાની છબી છોડીને એક વિનમ્ર સ્વાગતકર્તાની ભૂમિકામાં જોવા મળશે.
ત્યારબાદ બીજા દિવસે વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય ઔપચારિક સ્વાગત યોજાશે, જેમાં ૪૭૯ સભ્યોનું મિલિટરી ઓનર ગાર્ડ, પ્રેસિડેન્શિયલ સલ્યુટ, રોઝ ગાર્ડનમાં મિલિટરી રિવ્યુ અને એફ–૨૨ રેપ્ટર તથા બી–૨ સ્પિરિટ બોમ્બરનું લાયઓવર સામેલ હશે. અગાઉ, યારે ટ્રમ્પ મે મહિનામાં રાજકીય યાત્રા પર ચીન ગયા હતા, ત્યારે શી જીનપિંગ એરપોર્ટ પર સ્વાગત કરવા આવ્યા નહોતા પરંતુ પોતાના ઉપરાષ્ટ્ર્રપતિ અને અધિકારીઓને મોકલ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application