વૈશ્વિક પરિબળોની અસરથી આજે પણ સોનામાં આગ ઝરતી તેજી યથાવત જોવા મળી રહી છે. અમેરિકી ડોલરની ભાવની અસરથી દેશભરની સોની બજારમાં સોનાંના ભાવ રૂ.૧,૧૯,૦૦૦ની સપાટી પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા હતાં. જ્યારે રાજકોટની સ્થાનિક બજારમાં સોનાના ભાવે રૂ.૧,૨૩,૦૦૦ની સપાટી પાર કરી છે.
સોનાના ભાવમાં એમસીએક્સ કરતા રૂ.૪,૦૦૦ વધુ નોંધવામાં આવ્યા
વૈશ્વિક પરિબળોની અસરથી આજે ફરીથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે 6 ઓક્ટોબરને સોમવારે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાની વાયદા બજારમાં કિંમત ૧ લાખ ૧૯ હજાર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમત રૂ.૧ લાખ ૪૮ હજાર પ્રતિ કિલોથી વધુ પહોંચી ગઈ છે. આજે બજાર ખુલતાની સાથે જ ૨૪ કેરેટ સોનાના ભાવ રૂ.૨,૧૦૫ રૂપિયા વધીને ૧,૧૯,૦૫૯ સાથે રૂપિયા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય ચાંદીની કિંમતમાં પણ સવારના સમયે જ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં એમસીએક્સ કરતા રૂ.૪,૦૦૦ વધુ નોંધવામાં આવ્યા છે.
રોકાણકારોનું સોનામાં રોકાણ વધે તેવી સંભાવના
સોના-ચાંદીના ભાવોમાં સપ્તાહના પ્રથમ દિવસે ફરી તેજી નોંધવામાં આવી છે. મલ્ટી કોમોડીટી એકસચેન્જમાં શુક્રવારે સાંજે ૨૪ કેરેટ સોનાના ભાવ રૂ.૧,૧૭,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પર જોવા મળ્યો હતો. જેમાં ૧,૬૦૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં પણ પ્રતિ કિલોના ભાવમાં રૂપિયા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે. સોનું સૌથી વધુ કિંમતી ધાતુઓમાંથી એક છે. સોનાના ભાવમાં લગાતાર તેજી છતાં સોનામાં રોકાણકારોનું રોકાણ વધ્યું છે. આગામી સાહના પણ તેજી યથાવત રહેવાની સંભાવના સોની બજારના સુત્રો દર્શાવી રહ્યા છે. રોકાણકારો પહેલા નફો નિર્ધારિત કરશે અને પછી ખરીદી ફરીથી શરૂ કરશો. રોકાણકારોનું વધારે ધ્યાન અમેરિકી સરકારના ફંડિંગ બિલના મતદાન અને માર્કેટ ડેટા પર રહેશે. તેમજ લેબર માર્કેટ ડેટા અને ફેડરલ રિઝર્વના નિર્ણયો પર રોકાણકારોનું સોનામાં રોકાણ વધે તેવી સંભાવના છે