BREAKING NEWS

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

  • February 17, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

 
ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ, ૦૧ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

​ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગ્નિવિર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા. ૦૧/૦૬/૨૦૨૬ થી તા. ૧૫/૦૬/૨૦૨૬ દરમિયાન અગ્નિવિર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા. ૧૩/૦૨/૨૦૨૬ થી શરૂ કરવામાં આવી છે, જે તા. ૦૧/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.​
​​​​​​​

આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫૦ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ ૦૮ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે.ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application