BREAKING NEWS

જામનગરમાં સરકારી કર્મચારીનું જીબીએસ બિમારી સબબ મૃત્યુ

  • November 03, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સરકારી કર્મચારીનું જીબીએસ બિમારી સબબ મૃત્યુ

​​​​​​​
જામનગરમાં શરૂ સેકશન રોડ પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા સરકારી કર્મચારીનું જીબીએસ બિમારી થવાના કારણે મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે જાહેર થયુ છે, અન્ય એક બનાવમાં જામજોધપુરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા એક યુવાને કફ-શિરપ જેવી દવા પીધા બાદ તબિયત બગડતા સારવારમાં મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ સબંધે તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના શરૂ​​​​​​​ સેકશન રોડ, હેડકવાર્ટર બ્લોક નં. ૨૪, રૂ​​​​​​​મ નં. ૨૯૮ ખાતે રહેતા સરકારી નોકરી કરતા જગદીશ હરજીભાઇ મકવાણા (ઉ.વ.૪૧) નામના યુવાનને ગત તા. ૨૯-૮-૨૬ના સવારના ૧૧ વાગ્યાના આસપાસ ઘરે હતા ત્યારે જીબીએસ વાયરસની બિમારી થતા તા. ૯-૧૦-૨૬ના રોજ મૃત્યુ નિપજયુ હતું આ અંગે ઉષાબેન જગદીશભાઇ મકવાણા દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ. જે.કે. વજગોળ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 

વધુમાં મળેલી જાણકારી મુજબ જીબીએસએ ગુઇલેન-બારે સિન્ડ્રોમનું ટુંકુ નામ છે જેમાં સ્નાયુઓ નબળા પડવા, રોગ પ્રતિકારક શકિત ભુલથી ચેતાઓ પર હુમલો કરે, ઘણીવાર ઝાડા, ઉલ્ટી કે શરદી, તાવ જેવા ચેપ પછી થઇ શકે છે જીબીએસ એ ચેપી નથી સમયસર અને યોગ્ય સારવારથી પરિણામ મળી શકે છે. 

બીજા બનાવમાં જામજોધપુરના પંચાયત પાછળ ગંજીવાડા વિસ્તારમાં રહેતા રાજ ઉર્ફે ભોલો સુરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામના યુવાને પોતાની મેળે કોઇ કફ, શિરપ જેવી દવાઓ પી લીધી હતી ત્યાર બાદ તેની તબિયત બગડતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ગંજીવાડા પાસે રહેતા ચિરાગ સુરેશભાઇ મકવાણા દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application