દેવભૂમિ દ્વારકા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર્વે જામખંભાળિયા ખાતે ભવ્ય એકતા પરેડ યોજાઈ
દેવભૂમિ દ્વારકા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર્વે જામખંભાળિયા ખાતે ભવ્ય એકતા પરેડ યોજાઈ
November 02, 2026 10:26 AM
દેવભૂમિ દ્વારકા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર્વે જામખંભાળિયા ખાતે ભવ્ય એકતા પરેડ યોજાઈ
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો હાથમાં તિરંગો સાથે એકતા યાત્રામાં જોડાયા
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં જામખંભાળિયા ખાતે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે ભવ્ય એકતા યાત્રા યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા નગર ખાતે પ્રાંત કચેરીથી નગરગેટ, બેઠક રોડ થઈને પ્રાંત કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશને જનજન સુધી પહોંચાડવાના દેશભક્તિના ગીતો સાથે નગરના માર્ગો પરથી યોજાયેલ આ ભવ્ય 'એકતા પરેડ'ને સ્થાનિકોએ વધાવી હતી.
આ એકતા યાત્રામાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન.પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા સહિત સ્થાનિક આગેવાનો તેમજ અધિકારીઓ-કર્મચારીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.