જામનગર...
આઈ.ટી.આઈ.જામનગર ખાતે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા અંગેનો માર્ગદર્શક સેમિનાર યોજાયો
જિલ્લા રોજગાર કચેરી, આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ તથા આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
જિલ્લા રોજગાર કચેરી જામનગર અને આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા આઈ.ટી.આઈ.જામનગર ખાતે આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૫ ના અનુસંધાને આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે જિલ્લા રોજગાર અધિકારી એસ.બી.સાંડપા દ્વારા સેમિનારને લગત ટુંકી રૂપરેખા રજૂ કરાઈ હતી. જયારે આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરના સુબેદાર મેજર શ્રી જયપ્રકાશ તિવારી દ્વારા તાલીમાર્થીઓને આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન પરીક્ષા અને શારીરિક કસોટી, મેડીકલ ફિટનેસ તેમજ NCC ના ઉમદવારો માટેની છૂટછાટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સાથે સાથે તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાને લગત તમામ પ્રશ્નોનો ઉકેલ પણ આપેલ.આ સેમિનારમાં આઈ.ટી.આઈ. જામનગરના ૧૭૫ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની તમામ માહિતી મેળવેલ. આ સેમિનારનું સમગ્ર આયોજન જિલ્લા રોજગાર કચેરી જામનગર, આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર અને આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું.સેમિનારના અંતે આઈ.ટી.આઈ. પ્લેસમેન્ટ એડવાઈઝર શ્રી.પી.બી.ગઢવીએ તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કરેલ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech