BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાસતા-ફરતો આરોપી ઝબ્બે

  • August 20, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાસતા-ફરતો આરોપી ઝબ્બે

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બાબતે વર્કઆઉટમાં હતા.

દરમ્યાન એ.એસ.આઇ. કુલદીપસીહ વનરાજસીહ જાડેજા, મુકેશભાઈ વાઘેલા તથા પો.કોન્સ જયપાલસીહ જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત આધારે દ્વારકા પોલીસ સ્ટેશનના કલમ ૧૨૧(૧), ૧૨૧(૨), ૧૨૨(૧), ૨૨૧, ૨૨૪, ૧૩૨, ૫૭, ૧૮૯(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૩૨૪(૩), ૩૨૪(૪), ૩૫૨, ૩૫૧(૩) તથા જી.પી એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામેના  હેમુભા ઉર્ફે હેમલો રણધીરભા નાયાણી, જાતે-હી.વા., ઉ.વ.૨૩, ધંધો-ક્લીનર, રહે.હાલ રાજનગર સોસાયટી, ભીમરાણા ગામ, તા.દ્વારકા, જી. દેવભુમી દ્વારકા. નાસતા ફરતા આરોપીને શિવરાજપુર ગામ, દ્વારકા-ઓખા હાઇવે રોડ પરથી હકિકત આધારે કબ્જા હેઠળ લઇ હસ્તગત કરી એ.એસ.આઇ મુકેશભાઇ વાઘેલાનાઓએ આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News