સીઝનની હાપા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આજે આવક નોંધાઇ હતી, ગત રાત્રીના ઠેબા ચોકડીથી ડીસ્ટ્રીક કો.ઓપ. બેંકથી લઇને હાપા યાર્ડના ગેઇટ સુધી મગફળીના વાહનોના થપ્પા લાગી ગયા હતા, ૪૨૫ થી વધુ વાહનોમાં અંદાજે ૨૯ હજારથી વધુ મગફળીની ગુણીની આવક થવા પામી છે, આ જબરદસ્ત આવકના કારણે હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે. આજે આવેલ મગફળીની આવકની હરાજીમાં વેચાણ થયા બાદ જ ફરી આવક ખોલવામાં આવશે તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતશભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.