દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે માવઠું, કાલથી ગુજરાતનો વારો, દરિયામાં આજથી જ તોફાની પવન ફૂંકાવાનું શરૂ

  • May 02, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર નોર્થ વેસ્ટ ને અસર કરે તેવા સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે દેશના અનેક રાજ્યોમાં આજથી તોફાની પવન વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જાણે ચોમાસાની સિઝન વહેલી આવી ગઈ હોય તેમ રેગ્યુલર વરસાદ જેવો જ માવઠાનો વરસાદ પડી રહ્યો છે, આવતીકાલથી ગુજરાતમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. નવી સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળે છે અને આજે દક્ષિણ ગુજરાતના દરિયામાં તોફાની પવન ફૂકાઈ રહ્યો છે. તેની ઝડપ પ્રતિ કલાકના 40 થી 50 કીલોમીટર આસપાસ છે.


આગામી તારીખ 6 સુધી આ સમગ્ર વિસ્તારમાં વરસાદ માટે આગાહી

આજે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રતિ કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના ચમકારા તથા મેઘગર્જના સાથે વરસાદ શરૂ થયો છે, યુપી રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદ શરૂ થયાના વાવડ મળે છે, આગામી તારીખ 6 સુધી આ સમગ્ર વિસ્તારમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. બિહાર ઝારખંડ ઓડિશા, બંગાળ સિક્કિમ મધ્ય પ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં આવતીકાલથી તારીખ પાંચ સુધી વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે અને પવનની ગતિ આ સમયગાળામાં પ્રતિ કલાકના 50 થી 70 કીલોમીટર ની રહેવાનું જણાવ્યું છે.


સાત દિવસ સુધી વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી

હવામાન ખાતાના જણાવ્યા મુજબ તામિલનાડુ કેરલા આંધ્ર પ્રદેશ પુડીચેરી તેલંગાણામાં આજથી આગામી સાત દિવસ સુધી વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં 40 થી 50 કીલોમીટર ની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક વખતે તેની ઝડપ વધીને 60 કીલોમીટર આસપાસ પહોંચી જાય છે.


આવતીકાલથી છ દિવસ માટે ગુજરાતમાં વરસાદ માટેની આગાહી

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આવતીકાલથી છ દિવસ માટે ગુજરાતમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો

ગુજરાતમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયા પછી આજે પણ તે સીલસીલો ચાલુ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે. ગુરુવારે અમદાવાદમાં 43.5 અમરેલીમાં 42.8 ભુજમાં 41 રાજકોટમાં 43.6 ગાંધીનગરમાં 43 ડીસામાં 42.8 અને વડોદરામાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application