જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલી ધણશેરીની ખાડમાં ગંદકી અને ગટરો ઉભરાતા નર્કાગારની સ્થિતિ પ્રર્વતી રહી હોય વેપારીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. આ વિસ્તારમાં નિયમિત સફાઇના અભાવે આ સમસ્યા માથાના દુ:ખાવાપ બનતા વેપારી અને દુકાનદારોને હીજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારોમાં દુકાનો અને ઓફીસો ધરાવતા વેપારી તથા દુકાનદારો નિયમતિ વેરો ભરતા હોવા છતાં પાયાની સફાઇની સુવિધા ન મળતા શું આ વિસ્તાર મહાનગરપાલીકામાં આવતો નથી તે સળગતો સવાલ ઉઠયો છે. નવાઇની વાત તો એ છે કે આ સમસ્યાના નિરાકરણ માટે વેપારીઓ મહાનગરપાલીકામાં ફરિયાદો કરીને રીતસર થાકી ગયા છે. પરંતુ આ ફરિયાદોનો મનપા દ્વારા સરેઆમ ઉલાળીયો કરવામાં આવ્યો છે. બીજી બાજુ મનપાના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્વામાં પોઢી રહ્યા હોય ઘણશેરીની ખાડમાં ગંકદીની સમસ્યાએ માઝા મૂકી છે. આથી રોગચાળાનો ખતરો પણ ઉભો થયો છે.