BREAKING NEWS

ધ્રોલના બીજલકા ગામે સ્વયંભૂ ગ્રામજનો અને દાતાઓના સહયોગથી બન્યું જામનગર જિલ્લાનું પ્રથમ ઔષધીય ‘હર્બલ ગાર્ડન’

  • October 30, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના બીજલકા ગામે સ્વયંભૂ ગ્રામજનો અને દાતાઓના સહયોગથી બન્યું જામનગર જિલ્લાનું પ્રથમ ઔષધીય ‘હર્બલ ગાર્ડન’

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુષ મંત્રાલયનો સંકલ્પ સાર્થક: બીજલકા ગામે સ્વયંભૂ ગ્રામજનો અને દાતાઓના સહયોગથી બન્યું જામનગર જિલ્લાનું પ્રથમ ઔષધીય ‘હર્બલ ગાર્ડન’ : મેધજીભાઈ ચાવડા 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં આયુર્વેદ અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે અલગ 'આયુષ મંત્રાલય'ની સ્થાપના કરવામાં આવી હતી. આ મંત્રાલયનો હેતુ હવે નાના-નાના ગામડાઓ સુધી સાર્થક થતો જોવા મળી રહ્યો છે. ધ્રોલના બીજલકા ગામે ગ્રામજનોએ સ્વયંભૂ આગળ આવીને, દાતાઓના આર્થિક અને નૈતિક સહયોગથી જામનગર જિલ્લાનું પ્રથમ ઔષધીય 'હર્બલ ગાર્ડન' તૈયાર કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ વાત ગાર્ડનનુ લોકાર્પણ કાર્યક્રમમા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવીને ગૌરવની લાગણી અનુભવી હતી.

ધારાસભ્યે  વધુમાં જણાવ્યું હતું કે, ​આ પ્રેરણાદાયી કાર્ય પાછળ મોટા ઈટાળા આયુર્વેદિક દવાખાનાના ડો. જીજ્ઞેશ સોનેગરાનું માર્ગદર્શન અને નિષ્ઠા રહેલાં છે. બીજલકા ગામના લોકો તેમજ મહિલાઓ ડો. સોનેગરા પાસે સારવાર મેળવતા હતા અને આયુર્વેદિક ઉપચારથી ધાર્યું અને સચોટ પરિણામ મળતાં લોકો આયુર્વેદ તરફ આકર્ષાયા હતા.

ડો. જીજ્ઞેશ સોનેગરાની પ્રેરણાથી ગામ લોકો અને દાતાઓએ એકત્ર થઈને આખું ઔષધીય વન (હર્બલ ગાર્ડન) ઉભું કર્યું છે, જેના કારણે આજે આ ગામના લોકો વનસ્પતિ અને ઔષધીઓના વિશિષ્ટ જાણકાર બન્યા છે આજે બીજલકા ગામના મોટા ભાગના લોકો એલોપેથિક (ઈંગ્લીશ) દવાનો ઉપયોગ કર્યા વગર ડો. જીજ્ઞેશ સોનેગરાની સલાહ મુજબ ઘરે બેઠા જ જડીબુટ્ટીઓ અને ઔષધિઓથી સફળ સારવાર કરી રહ્યા છે. 

આ અંગે ડો. જીજ્ઞેશ સોનેગરાએ જણાવ્યું હતું કે, આ એન્ટીબાયોટીક દવાઓના યુગમાં પણ લોકો પ્રાચીન ભારતીય આયુર્વેદિક ઈલાજ પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે તે સાબિત થયું છે. આ ઐતિહાસિક પરિવર્તન વડાપ્રધાન દ્વારા આયુષ મંત્રાલયની સ્થાપના કરવાના દૂરંદેશી નિર્ણયને કારણે શક્ય બન્યું છે.

​​​​​​​બીજલકા ગામની આ અભૂતપૂર્વ સિદ્ધિ અને આયુષ મંત્રાલયના હેતુને ગ્રાસરૂટ લેવલે સિદ્ધ કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ડો. જીજ્ઞેશ સોનેગરા તેમજ સમગ્ર બીજલકા ગામના લોકો અને દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને તેમની આ સરાહનીય કામગીરીને બિરદાવીને વિશાળ શુભકામનાઓ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application