નયારા એનર્જી દ્વારા "માર્ગ સલામતી" પહેલ અંગે ઉચ્ચસ્તરીય વર્કશોપ યોજાયો
આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા સીએસઆર પહેલ દ્વારા માર્ગ સલામતી અંગે ઉચ્ચસ્તરીય વર્કશોપનું આયોજન ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના કમિશ્નરના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ વર્કશોપમાં નેશનલ હાઇવે 151-એ એટલે કે જાખર જંકશનથી લઇ બેડ નજીકની નંદનીકેતન ટાઉનશીપ સુધીના માર્ગના સલામતી ધોરણો અંગે વિવિધ પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ખાસ કરીને ટ્રાફિક પ્રવાહ અને સુરક્ષિત રસ્તા બનાવવા, માર્ગ માળખાને મજબૂત બનાવવા અને સમગ્ર માર્ગ સલામતીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે બહુ-હિતધારકોના સહયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. વર્કશોપમાં રોડ સેફ્ટી એજ્યુકેશન મોડ્યુલ્સ અંગે પ્રોજેક્ટ રજૂ કરાયો હતો
જેમાં કોમર્શિયલ ડ્રાઇવરો માટે આંખની તપાસ પહેલ, સેફ સ્કૂલ ઝોન પ્રોગ્રામ, સ્કૂલ અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી જાગૃતિ સત્રોનું અમલીકરણ કરવા નક્કી કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વર્કશોપમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, આરટીઓ, જીએસઆરટીસી, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જીવીકે 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય મુખ્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સહિત 100થી વધુ હિસ્સેદારોએ ભાગ લીધો હતો. વકર્શોપમાં નયારા એનર્જીની પહેલ સાથે જોડાયેલી પાથમેકર્સ, ટ્રેક સોસાયટી સંસ્થાના અધિકારીઓએ માર્ગ સલામતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.