↵જામનગર: મઘ્યપ્રદેશની પાંચ મહિલા ઉદ્યોગ સાહસિકોનું રિલાયન્સ દ્વારા સન્માન
આ પહેલે ડિજિટલ અને નાણાકીય ક્ષમતા નિર્માણ, બજારની ઉપલબ્ધિ અને વ્યાવસાયિક આયોજન દ્વારા મધ્ય પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સને સહયોગ પૂરો પાડ્યો
તાજેતરમાં નીતિ આયોગ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં પએમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા એન્ટરપ્રિન્યોર્સથ પાઇલટ પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી નીતિ આયોગમાં સ્થપાયેલા વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ દ્વારા પાંચ ઉત્કૃષ્ટ મહિલા કિરાણા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં યોજાયેલા સન્માન સમારોહમાં નીતિ આયોગના સભ્ય ડો. જોરામ અનીયા; ના મિશન ડિરેક્ટર અને નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર સુશ્રી અન્ના રોય; રિલાયન્સ ફાઉન્ડેશનના વુમન એમ્પાવરમેન્ટ વિભાગના ચીફ સુશ્રી દીપ્તિ નુકાલાપતિ; અને માઇક્રોસેવ ક્નસલ્ટિંગના એસોસિએટ પાર્ટનર અને ગ્લોબલ લીડ , સુશ્રી સોનલ જેટલી, વિજેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત પાંચ ઉત્કૃષ્ટ મહિલા ઉદ્યોગસાહસિકોને તેમની ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રગતિની કદરરૂપે પ્રત્યેકને રૂ.૧,૦૦,૦૦૦ ની ગ્રાન્ટ આપવામાં આવી હતી.
આ પાંચ મહિલા ઉદ્યોગસાહસિકો તેમના સમુદાયોમાં પડકાર ઝીલવાની ક્ષમતા, અનુકૂલનક્ષમતા અને સાહસિક નેતૃત્વના પ્રેરણાદાયી ઉદાહરણો પૂરા પાડે છે. આ સમારોહ દરમિયાન તેમણે તાલીમ કાર્યક્રમ દ્વારા મેળવેલી તકનીકો અને જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાના તેમના અનુભવો અને ભવિષ્યના વિઝનને અંગે વાત કરી હતી.
માઇક્રોસેવ ક્નસલ્ટિંગને ટેકનિકલ પાર્ટનર તરીકે રાખીને, મધ્ય પ્રદેશના બડવાની, વિદિશા અને રાયસેન જિલ્લાઓમાં મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સને મજબૂત કરવા માટે વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પએમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા એન્ટરપ્રિન્યોર્સથ નામની પાઇલટ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો ઘરગથ્થુ આવક અને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવામાં જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેની ઓળખ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો, સાથે જ તેમના સાહસોના વિકાસને અવરોધતા માળખાકીય અવરોધોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. લક્ષિત ક્ષમતા-નિર્માણ અને માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમે ચાર મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું: નાણાકીય ક્ષમતા, ડિજિટલ અપનાવવું (ડિજિટલ એડોપ્શન), માર્કેટ ઓરિએન્ટેશન અને બિઝનેસ પ્લાનિંગ
તેની શરૂઆતથી, પ્રોગ્રામ હેઠળ ૩ જિલ્લાઓ (વિદિશા, રાયસેન અને બડવાની)ના ૬ બ્લોક્સ (બડવાની, પાટી, ગંજ બસોડા, વિદિશા, ઓબેદુલ્લાગંજ અને સાંચી)માં ૧૭૫ થી વધુ તાલીમ સત્રોમાં ૧,૨૦૦ થી વધુ કલાકનું વ્યવસ્થિત શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, જેનો લાભ ૧૦૮ મહિલા ઉદ્યોગસાહસિકો સુધી પહોંચ્યો છે.
ભાગીદારીપૂર્ણ સત્રો દ્વારા સ્થાનિક ભાષાઓમાં આપવામાં આવતો આ કેપેસિટી-બિલ્ડિંગ અભ્યાસક્રમ મહિલાઓને બજેટિંગથી લઈને બુકકીપિંગ, સપ્લાયર લિંકેજથી લઈને ઇન્વેન્ટરી અને એન્ટરપ્રાઇઝ ગ્રોથ પ્લાનિંગ સુધીના વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ કરે છે.
આ પ્રોગ્રામ ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રના હિતધારકો વચ્ચેના સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂકે છે. સંસ્થાકીય સહયોગ, તકનીકી કુશળતા અને જમીની સ્તરના અમલીકરણને જોડીને, આ પહેલે ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો માટે તેમની વ્યાપારિક ક્ષમતાઓ વધારવા અને સાહસના પરિણામોમાં સુધારો કરવા માટે એક સુવ્યવસ્થિત માર્ગ બનાવ્યો છે.
પ્રોગ્રામ ગ્રામીણ સપ્લાય ચેઇન અને સ્થાનિક અર્થતંત્રોમાં મહત્વપૂર્ણ કડી તરીકે મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સની વધતી ભૂમિકાને પણ રેખાંકિત કરે છે. લક્ષિત હસ્તક્ષેપ દ્વારા, આવા પ્રોગ્રામ્સ બિઝનેસની સ્થિરતામાં સુધારો કરી શકે છે, ડિજિટલ અપનાવવાની ક્ષમતા વધારી શકે છે અને મહિલા ઉદ્યોગસાહસિકોમાં વધુ સારા નાણાકીય અને ઓપરેશનલ નિર્ણયો લેવા સક્ષમ બનાવી શકે છે. રિલાયન્સ ફાઉન્ડેશન માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પરિવર્તન લાવવા માટે આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા સહિત વિવિધ માર્ગો દ્વારા મહિલા સશક્તિકરણ માટે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે.