BREAKING NEWS

જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું

  • October 03, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
​​​​​​​
​​​​​​​
વર્ષ ૨૦૨૬-૨૭ ની નવી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરવા નાયબ બાગાયત નિયામકની અપીલ

જામનગર જિલ્લાના ખેડૂત ભાઈઓને વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત વિભાગની નવી બાબત તરીકે મંજૂર થયેલી ત્રણ નવી યોજનાઓ જેવી કે, રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અને બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ હેઠળ સહાય મેળવવા માટે સરકાર દ્વારા ફરી એકવાર આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in)  તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી લાભ મેળવવા માગતા ખેડૂત ભાઈઓએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજીમાં જણાવ્યા મુજબના તમામ જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે અને ત્યારબાદ મંજૂરી મળ્યેથી અસલ બિલ ફાઈલ જમા કરતી વખતે તે પ્રિન્ટ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) ખાતે જમા કરાવવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application