BREAKING NEWS

જામનગર : ફલાય ઓવરના લોકાર્પણને ગ્રહણ નડયું: મુખ્યમંત્રીની તારીખોમાં થશે ફેરફાર

  • November 18, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે ફલાય ઓવરનું લોકાર્પણ ગુરૂવાર તા.૨૦ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયું હતું, આ માટે તડામાર તૈયારીઓ પણ થઇ રહી છે, પરંતુ ગઇકાલે એવો સંદેશો મળ્યો કે, પટણામાં એનડીએની નવી સરકારની સોગંદવિધી થવાની હોય અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોય જામનગરના કાર્યક્રમમાં ફેરફાર થશે, જો કે આ અંગે હજુ સતાવાર જાહેરાત કદાચ બપોર બાદ થવાની શકયતા છે, બીજી તરફ રાજકોટમાં જે કાર્યક્રમો હતાં તે કાર્યક્રમો રદ કરીને હવે મુખ્યમંત્રીએ શનિવાર તા.૨૨નો સમય રાજકોટને ફાળવ્યો છે, એટલે કદાચ જામનગરને પણ તા.૨૨નો સમય મળે તેવી શકયતા છે, પરંતુ હજુ સીએમઓ કાર્યાલય તરફથી કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


આ અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તા.૨૦નો કાર્યક્રમ કદાચ રદ થશે, પરંતુ સીએમઓ કાર્યાલય તરફથી હજુ અમોને કોઇ સતાવાર સુચના કે નવી તારીખ આપી નથી, એટલે કે જે તારીખ મળશે તે તારીખે ફલાય ઓવરની લોકાર્પણ વિધી કરવામાં આવશે. ૨૦૨૧ની સાલમાં આ ફલાય ઓવરનું કામકાજ શરૂ થયું હતું અને હવે કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે ફરીથી ખાતમુર્હુતના કાર્યક્રમમાં ગ્રહણ નડી ગયું છે, છેલ્લા બે-ત્રણ દિવસથી બ્રિજ પરની લાઇટોમાં પણ આકર્ષક રોશની કરવામાં આવી છે, ત્યારે હવે ગુરૂવારનો કાર્યક્રમ રદ થાય તેવી પુરી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application