BREAKING NEWS

જામનગર​​​​​​​ : મોહનનગર આવાસમાં સાતમા માળેથી અકસ્માતે પટકાતા માસુમનું મોત

  • September 24, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : મોહનનગર આવાસમાં સાતમા માળેથી અકસ્માતે પટકાતા માસુમનું મોત



જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ મોહનનગર આવાસ બિલ્ડીંગના સાતમા માળેથી અકસ્માતે નીચે પટકાતા માસુમનો ભોગ લેવાયો હતો નીચે ગણપતીજીની આરતી થતી હોય તે જોવા માટે હોલની બારી પાસે પ્લાસ્ટીકના ડબ્બા પર ચડીને જોવા જતા આ બનાવ બન્યાનું પોલીસમાં જાહેર કરાયુ છે. બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. 

જામનગરના મોહનનગર આવાસ બિલ્ડીંગ નં. ૧૪ સાતમા માળે રહેતા ધર્મેશ વસંતભાઇ ચાવડા નામના યુવાને સીટી-એ ડીવીઝનમાં ગત મોડી રાત્રીના બનાવ બાબતે જાણ કરી હતી જે મુજબ જાણ કરનારના પાંચ વર્ષનો પુત્ર રીયાંશ ચાવડા ઘરે એકલો સુતો હતો અને મરણજનારના માતા પાર્કિંગમાં નીચે ગણપતીજીના દર્શન કરવા માટે ગયા હતા.

દરમ્યાન ગણપતીની આરતીનો અવાજ થતા બાળક રીયાંશ જાગી ગયો હતો અને પોતાની મેળે ઘરમાં હોલની બારી પાસે બે પ્લાસ્ટીકના એક ઉપર બીજો તેમ ડબ્બા રાખીને ડબ્બા પર ચડી બારીએથી નીચે આરતી થતી હોય તે જોવા જતા કોઇ કારણસર અકસ્માતે બારીએથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.

આથી બાળકને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જતા જયાં સારવાર દરમ્યાન મરણગયાનું જણાવ્યુ હતું દરમ્યાન પોલીસમાં જાહેર થયેલી વિગતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application