BREAKING NEWS

જામનગરની મહિલાએ જૂનાગઢના યુવકનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી બિભત્સ મેસેજ મોકલ્યા

  • October 28, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની મહિલાએ જૂનાગઢના યુવકનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી બિભત્સ મેસેજ મોકલ્યા

જૂનાગઢમાં રહેતા યુવક અને તેના પરિવારને બદનામ કરવાના હેતુી જામનગરમાં રહેતી મહિલાએ યુવકનું  ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેને હેક કરી યુવક અને તેના પરિવારજનોને બદનામ કરવા ખરાબ લખાણ મોકલ્યા હતા. યુવકે આઈડીનો ઉપયોગ કરનાર મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હા ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ  જામનગરમાં રહેતા ફિરદોષબેન જાકીર ભાઈ સમાએ જૂનાગઢમાં ખામધ્રોળ રોઙ, હર્ષદ નગર વિસ્તારમાં રહેતા વસીમખાન મહેકૂઝ ખાન પઠાણ  ( ઉંવ.૩૫) નામના યુવકનું  ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યારબાદ વસીમ ખાન ૨૦ નામનું યુવકનું આઈડી હેક કરી યુવક અને તેના પરિવારજનો વિશે ખરાબ લખાણ લખી મેસેજ મોકલ્યા હતા.જેની યુવકને જાણ તાં યુવકે ફેક આઈડી બનાવનાર મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ ગગનીયાએ હા ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application