ખોટી રીતે મેડી-કલેઇમની રકમમાં કપાત કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનની ફીટકાર
જામનગરમાં રહેતા કાન્તિલાલ મોહનલાલ શાહ કે જેઓ પોતાના પરિવાર JAIN INTERNATIONAL ORGANIZATION COMMUNITY CONTRIBUTORY HEALTH PLAN BASE APRIL : ૨૦૨૫ - ૨૦૨૬ નો પ્રોલોજી હેલ્થ પ્રા.લી. પાસેથી ફરિયાદીની તેના પત્ની સાથે પરિવારની જોઈન્ટમાં મેડીક્લેઇમ પોલીસી વિમો મેળવવામાં આવેલ છે. જે વિમાનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન કાન્તિલાલને મેડીકલ સારવારની જરૂરિયાત થતા કાન્તીભાઈની સારવાર અમદાવાદ ખાતે મેડીકલ સારવાર કરાવવામાં આવેલ અને ઓપરેશન કરાવવામાં આવેલ કલેઈમની રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ પ્રોલોજી હેલ્થ પ્રા.લી. દ્વારા કાન્તીભાઈ પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટસની માંગણી કરવામાં આવેલ, અને ત્યારબાદ કલેઇમની પુરેપુરી રકમ ચુકવવાની જગ્યાએ ખોટી રીતે રકમ કાપી લેવામાં આવેલ.
જેથી કાંતિભાઈ દ્વારા તાત્કાલિક પ્રોલોજી હેલ્થ પ્રા.લી. કંપનીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરેલ અને રકમ ક્યા કારણો સર કાપવામાં આવેલ છે તે અંગે પુછવામાં આવેલ પરંતુ પ્રોલોજી હેલ્થ પ્રા.લી.ના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નહી અને બાકી રકમ ચુકવવામાં આવેલ નહી. જેથી કાન્તીભાઈ દ્વારા જૈન કોમુનીતીનો સંપર્ક કરવામાં આવેલ પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળેલ નહી. જેનાથી નારાજ થઈ કાંતિભાઈ દ્વારા પોતાના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન, જામનગરમાં પ્રોલોજી હેલ્થ પ્રા.લી. વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ.
જે ફરિયાદ ધ્યાને લઇ જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય જે.એચ.મકવાણા દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને ફરિયાદીના કલેઈમ ની ખોટી રીતે કપાત કરેલ રકમ ૯૦૦૦૦ તથા ખર્ચની રકમ મળી ૫,૦૦૦ વળતર પેટે સામાવાળા પ્રોલોજી હેલ્થ પ્રા. લી. એ ફરિયાદી કાન્તીભાઈને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.