ઈન્સ્યુરન્સ કંપનીના મેનેજરને પૈસા બાબતે પરીવાર સહીત કીડનેપ કરી, ગોંધી રાખી માર મારવાના અને ખંડણી માંગવાના કેશમાં આરોપીઓને છોડી મુકતી જામનગરની અદાલત
"ટ્રાયલ કોર્ટે આરોપીઓના રીમાંડ ના-મંજુર કરતા, પોલીસે સેશન્સ કોર્ટના દરવાજા ખટખટાવ્યા, પરંતુ સેશન્સ કોર્ટે પણ આરોપીઓની દલીલો માન્ય રાખી પોલીસની માંગણી ફગાવી અને આરોપીઓને જામીન આપેલ"
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ ખાતે વસવાટ કરતા ફરીયાદી નીમેષ તન્નાને જામનગર ખાતેથી વસવાટ કરતા ચીરાગ સુરેશભાઈ આહીરે જણાવેલ કે, તેમના મિત્ર જયદીપસીંહ જાડેજાને વ્હાઈટના પૈસા બ્લેક કરવા હોય, તેથી એકાઉન્ટ એરેન્જમેન્ટ કરી આપવા માટે જણાવેલ અને ફરીયાદીએ તે પૈસા પોતાના મિત્રના એકાઉન્ટમાં આરોપી જયદીપસીંહ મારફત રૂ.૨૭ લાખ જેવી ૨કમ ટ્રાન્સફર કરાવેલ, અને પૈસા જમાં થયા બાદ ફરીયાદી પાસેથી તે કમિશન કપાત કરી અને રકમ પરત માંગતા ફરીયાદી ગલ્લા તલ્લા કરવા લાગેલ અને તેઓ રાજકોટથી બહાર ચાલ્યા ગયેલ.
જેની જાણ થતાં જામનગર ખાતેથી ચીરાગ આહીર, જયદીપસીહ જાડેજા, એજાજ સાયચા, અક્ષય ચાવડા, ફરીયાદીને ગોતવા નીકળેલ અને ફરીયાદી ફલાઈટમાં અમદાવાદ ખાતેથી મુંબઈ પોતાના પરીવાર સાથે નાશી જવાની તૈયારી કરતા હતા, તેમને ચોટીલા પાસે પકડી લીધેલ અને ફરીયાદી તેમના પત્ની અને તેમના ડ્રાઈવર અને લખન ધેડીયાને ચોટીલા ખાતેથી કીડનેપ કરી અને જામનગર લઈ આવેલ અને જામનગર રૂમમાં ગોધી રાખી અને માર મારેલ અને ૨૭ લાખ પેટે ૯ લાખ જેવી રકમ વસુલ કરેલ અને ત્યારબાદ ફરીયાદીના પત્ની બાળકો અને લખન ઘેડીયાને જવા દીધેલ અને ફરીયાદીને કીડનેપ કરી રાખેલ અને તેમને પૈસા તાત્કાલિક પૂરા પાડવા માટે દબાણ કરી માર મારેલ.
આ દરમ્યાન ફરીયાદીના પત્નીએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આરોપીઓના કબજામાંથી ફરીયાદીને છોડાવી લીધેલ અને આરોપીઓને અટક કરી અને ગુનો દાખલ કરેલ, જે ગુનામાં આરોપીઓની રીમાંડની માંગણી કરેલ, તે નીચેની અદાલતે રદ કરેલ, અને આરોપીઓને જેલ હવાલે કરતા આરોપીઓએ જામીન અરજી દાખલ કરેલ, તેની જાણ પોલીસને થતાં પોલીસે જામીન અરજીમાં વાંધા લીધેલ અને રીમાંડની માંગણી સેશન્સ અદાલતમાં કરેલ અને અદાલતમાં દલીલો કરવામાં આવેલ કે, આ કામે આરોપીઓએ ફરીયાદીને કીડનેપ કરી અને ૯ લાખ જેવી રકમ વસુલેલ છે, તે કબજે કરવાની બાકી છે આ કામે અજાણ્યા ઈસમો ફરીયાદમાં જણાવેલ છે, તે અંગે તપાસ બાકી છે, ફરીયાદી અને તેમના પરીવારનું અપહરણ કરી અને અલગ અલગ જગ્યાએ રાખી અને માર મારેલ છે, તેની પણ તપાસ કરવાની છે અને આ આરોપીઓએ કાયદાની કોઈ જ બીક વગર આ રીતે અપહરણ જેવો ગંભીર ગુનો કરેલ છે અને ફરીયાદીના પત્ની પુત્રી સહીત તમામનું અપહરણ કરેલ છે.
તો આવા અપરાધીક માનસીકતા વાળા વ્યકિતઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી અને વધુ રીમાંડ આપવી તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, ફરીયાદી ખુદ ફરીયાદમાં સ્વીકાર કરે છે કે, આરોપીના ૨૭ લાખ રૂપીયા તેઓ પરત આપતા ન હતા, અને પૈસાની માંગણી કરેલ છે અને ફરીયાદ ખોટી રીતે દાખલ કરવામાં આવેલ છે, અને ચોટીલાથી જામનગર સુધી કીડનેપ કરી અને લાવવામાં આવેલ છે, તે વાત પણ માન્ય રાખી શકાય તેવી નથી, આરોપીઓ નિદોર્ષ છે તેમણે કોઈ ગુનો કરેલ નથી, પૈસા પરત આપવા ન પડે તેથી આ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે, તો આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ.
આમ તમામ રજુઆતો બાદ અદાલતે આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને પોલીસની રીમાંડની અરજી ફરી ફગાવી દીધેલ અને આરોપીઓને જામીન મુક્ત કરેલ આ કેશમાં આરોપીઓ ચીરાગ આહીર, જયદીપસીહ જાડેજા, એજાજ સાયચા, અક્ષય ચાવડા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.