શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીઆઈની આંતરિક બદલીના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ઓર્ડર કર્યા છે. એસઓજી, ટ્રાફિક અને સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં એસઓજીમાં એમ.ડી.ચૌધરીને મુકવામાં આવ્યા છે.
તાજેતરમાં જ રાજ્યના 772 પીઆઈની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યા બાદ શહેર પોલીસની અનેક બ્રાન્ચ અને ડિવિઝનોમાં નવા અધિકારીઓને નિમણુંક આપવામાં આવી હતી. જે બાદ વધુ ત્રણ પીઆઈની આંતરિક બદલીનો આદેશ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવામાં આવ્યો છે.
સીપી કાઢેલા બદલીના આ ઓર્ડરમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ(એસઓજી)માં ફરજ બજાવતા એસ એમ જાડેજાનો તાજેતરમાં ડીજીપીની સ્કવોડ એસએમસીમાં અટેચ ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેથી તેમને એસઓજીમાંથી છુટ્ટા કરી લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને તાજેતરમાં જ શહેરમાં બદલી પામીને આવેલા અને હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એમ.ડી. ચૌધરીને એસઓજીમાં મૂકી દેવામાં આવ્યા છે. જયારે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ એસ.ડી. ગિલવાની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application