BREAKING NEWS

રાજકોટ નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતા જામકલ્યાણપુરના પ્રૌઢનું મોત

  • May 09, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાદેવિયા ગામના પ્રૌઢ વેવાઈ પક્ષના સ્વજન સાથે આણદં જતા હતા ત્યારે આજે વહેલી સવારે અકસ્માત નડ


રાજકોટ નજીક બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આજે વહેલી સવારે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા દ્રારકા જિલ્લાના જામકલ્યાણપુર ના પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું છે. જયારે ચાલકનો બચાવ થયો હતો .
આગળ જતા વાહને અચાનક બ્રેક મારતા કાર સાઈડમાં લેવા જતા બધં ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. મૃતક વેવાઈ પક્ષના પરિવાર સાથે ફરવા જતા હતા દરમિયાન આજે વહેલી સવારે અકસ્માત નડો હતો. બનાવના પગલે પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.
પ્રા વિગત મુજબ જામ કલ્યાણપુરના મહાદેવિયા ગામે રહેતા નારણભાઇ સાજણભાઈ પરગીયા (ઉ.વ.૫૮)ના પ્રૌઢ સગા સ્વજનો સાથે કારમાં જતા હતા ત્યારે વહેલી સવારે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એચપીના પેટ્રોલ પપં પાસે બધં ટ્રક પાછળ કાર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા પ્રૌઢને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં કારના ચાલક રામશીભાઈને સામાન્ય ઇજા થતા સારવાર આપવામાં આવી હતી.
મૃતક ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. તેઓ આણદં રહેતા વેવાઈ પક્ષના સગા સાથે વહેલી સવારે આણદં ફરવા જવા માટે નીકળ્યા હતા દરમિયાન બેડી ચોકડી નજીક આગળ જતા વાહને અચાનક બ્રેક મારતા કાર ચાલક રામશીભાઈ કાર સાઈડમાં લેવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સાઈડમાં પાર્ક કરેલા બધં ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોક છવાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application