જામનગર : હાપા યાર્ડમાં મગફળીની મબલખ આવક
જામનગર
આસો માસના ઉતરાર્ધમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છેે, ૫૨૯૪ ગુણી, ૯૨૬૫ મણ ૧૩૩ ખેડુતો દ્વારા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી લાવવામાં આવી હતી, જે પૈકી ૪૮૧૭ ગુણીનું વેચાણ થયુ હતું.
આજે હાપા યાર્ડમાં આવેલ મગફળી જીણીના ભાવ ૧૨૦૦ થી ૧૭૨૦, જાડી ૧૧૦૦ થી ૧૬૨૦, મગફળી ૬૬ નંબર ૧૫૦૦ થી ૨૫૨૫ તેમજ મગફળી ૯ નંબરના વધુ ભાવ ૧૭૦૦ થી ૨૭૩૦ સુધી બોલાયા હતા. કુલ જણસ ૧૧૭૭૪ ગુણી અને ૨૬૦૧૭ મણની આવક થવા પામી હતી જે ૫૨૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. કુલ ગુણી પૈકી ૧૧૪૬૯ ગુણી જણસીનું વેચાણ થયેલ હતું.
સપ્તાહાના અંતીમ દિવસે ભાવ પર કરીએ તો બાજરી ૪૬૦ થી ૫૦૦, ઘઉં ૪૦૦ થી ૬૪૦, અડદ ૧૨૦૦ થી ૧૮૬૦, તુવેર ૧૫૦૦ થી ૧૬૨૦, ચણા ૧૩૮૫ થી ૧૪૭૧, ચણા સફેદ ૧૫૭૦ થી ૨૧૩૫, એરંડા ૧૬૦૦ થી ૧૬૮૦, તલી ૨૮૦૦ થી ૩૧૯૦, લસણ ૮૦૦ થી ૨૫૬૦, કપાસ ૧૮૨૦ થી ૨૦૨૦, જી ૪૫૦૦ થી ૫૧૬૫, ડુંગળી સુકી ૩૦૦ થી ૯૫૦, સોયાબીન ૧૨૯૦ થી ૧૩૯૫ અને વટાણા ૬૯૦ થી ૮૩૦ સુધીના ભાવ પ્રતી મણના બોલાયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.