BREAKING NEWS

જામનગરમાં 4 પોલીસકર્મીને ખોટી રીતે પ્રમોશનની ફરિયાદથી ખળભળાટ

  • January 23, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં 4 પોલીસકર્મીને ખોટી રીતે પ્રમોશનની ફરિયાદથી ખળભળાટ

જામનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા એક મહિલા સહિત 4 પોલીસકર્મીઓને ખોટી રીતે પ્રમોશનની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. કસ્ટોડીયલ ટોર્ચર કેસને છુપાવીને પ્રમોશન અપાયું હોવાની રાવ સાથે આ અંગેની એક વ્યક્તિએ લેખિતમાં અરજી કરી હતી. જેના નિવેદન માટે બોલાવતા તેમણે પોલીસકર્મીઓના ડરથી વીડીયો કોન્ફરન્સથી જવાબ આપવાની તૈયારી બતાવી છે.

રાજકોટના જામકંડોરણાના ચિત્રાવડના યોગરાજસિંહ ભાવુભા ચુડાસમાએ ગત તા.26 ડીસેમ્બર ના રોજ પોલીસકર્મી હેતલબા નવલસિંહ રાઠોડ, દીલીપ તલવાડીયા, હરદીપભાઈ ઘાંઘલ અને ભગીરથસિંહ સરવૈયા સામે કોર્ટમાં કસ્ટોડીયલ ટોર્ચરનો કેસ પેન્ડીંગ હોવા છતાં પ્રમોશન મેળવેલ હોવાની અરજી કરી હતી. જેથી અરજદારને નિવેદન માટે બોલાવવામાં આવતા તેમણે પોલીસકર્મીઓ ઝનુની વૃત્તિના હોય, અને પાવરનો ખોટો ઉપયોગ કરે તો તેમના જાનને જોખમ છે. જેથી યોગરાજસિંહએ વીડીયોગ્રાફી સાથે હાજર થવાની વ્યવસ્થા કરવામાં આવે તો નિવેદન આપવાની તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવથી જામનગર જિલ્લા પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application