BREAKING NEWS

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રીઓનો મોટો પ્રવાહ ધોરીમાર્ગો પર : ઠેર-ઠેર સેવા કેમ્પ

  • February 25, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોળી ધુળેટીના પર્વને અનુલક્ષીને ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવવા અને ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાતભર માંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, પડધરી, ધ્રોલ, જામનગર, ફલ્લા સહિતના ગામોમાંથી પણ હજારો કૃષ્ણભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચી રહ્યા છે, અને શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટયા છે.



જામનગર જિલ્લાના જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી, ઉપરાંત આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારો, તથા મોરબી- માળિયા પંથક ના અનેક શ્રદ્ધાળુઓ, કે જેઓ કાળિયા ઠાકરના દર્શનાર્થે જવા માટે પદયાત્રા કરી રહ્યા છે. અનેક પદયાત્રા સંઘ વાજતે ગાજતે જોડીયાના હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઠેર ઠેર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણભક્તો માટે અનેક જગ્યાએ ખાણીપીણી તેમજ આરોગ્યલક્ષી કેમ્પો ભક્તો તેમજ તંત્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ભાઈઓ ની સાથે બહેનોની પણ સંખ્યા સવિશેષ જોવા મળી રહી છે.


​​​​​​​
 ઉપરાંત પદયાત્રીઓ માટેના ઠેર ઠેર સેવા કેમ્પ પણ બનેલા જોવા મળી રહ્યા છે, જેમાં અનેક ભક્તજનો ચા-પાણી, નાસ્તો પ્રસાદનો લાભ મેળવી રહ્યા છે અને જરૂર પડ્યે વિસામો પણ લઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application