જામનગરમાં મોડી રાત સુધી બજારોમાં જોવા મળે છે જબરી રોનક: મોટાપાયે ખરીદી
જામનગરમાં મોડી રાત સુધી બજારોમાં જોવા મળે છે જબરી રોનક: મોટાપાયે ખરીદી
November 05, 2026 11:55 AM
જામનગરમાં મોડી રાત સુધી બજારોમાં જોવા મળે છે જબરી રોનક: મોટાપાયે ખરીદી
એકાદશીથી દિપાવલીના પવિત્ર તહેવારોનો પ્રારંભ થાય છે, ચોમાસું નબળું ગયું હોવા છતાં શહેરીજનો પાણીની,ચોમાસાના દુ:ખને વિસરીને નવા વર્ષના આગમનને તેમજ દિપાવલીના પવિત્ર તહેવારોનો વધાવવા આતુર બન્યા છે, જામનગરના હાર્દ સમાન લીંડી બજાર ખાતે ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી, આંગણના સજાવટ માટે રંગોલી,નવા કપડાં,મીઠાઈ,ઘનતેરસની પુજા માટે ફુલ હાર તેમજ ઘર સજાવટ વસ્તુઓ પરિવારજનો સાથે ખરીદ કરતા જોવા મળ્યા હતા.આજે એકાદશી, મંગળવારે નૂતન વર્ષનો પ્રારંભ થશે.તેથી છેલ્લા છેલ્લા દિવસોમાં શહેરની બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે, નવા વર્ષને વધાવવા શહેરના કોમ્પલેક્ષો રોશનીથી ઝળહળી રહ્યા છે.