BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ચોકીવાડી નજીક મોડી રાત્રે ફાયરીંગ..?

  • October 02, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ચોકીવાડી નજીક મોડી રાત્રે ફાયરીંગ..?

બે વ્યકિતને ઇજા થતા ખંભાળીયા બાદ રાજકોટ રીફર કરાયા : ઘટના સબંધે કરાતી તપાસ : પોલીસનું ભેદી મૌન

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના ચોકીવાડી નજીક મોડી રાત્રે ખાનગી ફાયરીંગ થયાની ચર્ચાઓ થતા દોડધામ મચી હતી, આ ઘટનામાં બે વ્યકિતને ઇજા થયાની અને ખંભાળીયા બાદ રાજકોટ રીફર કર્યાની વિગતો વહેતી થઇ છે જો કે બીજી બાજુ પોલીસ દ્વારા ઘટના સબંધે મૌન સેવી લેતા તર્ક વિતર્ક સર્જાયા છે. આજ સવાર સુધી ફરીયાદ થઇ ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે વિધિવત ગુનો નોંધાયા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે હાલ થઇ રહેલી ચર્ચાઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

કલ્યાણપુર તાલુકાના લીંબડી-દ્વારકા હાઇવે પર ચોકીવાડી નજીક રાત્રીના ફાયરીંગ થયાની ચર્ચાઓ ઉઠી હતી, આ અંગેની ચર્ચાઓએ જોર પકડતા પોલીસ ટુકડી સ્થળે દોડી ગઇ હતી અને શું બનાવ બન્યો એ બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

એવી પણ વિગત જાણવા મળી છે કે ફાયરીંગની આ ઘટનામાં બે વ્યકિતને ઇજા થઇ છે અને ઇજાગ્રસ્તોને પ્રથમ ખંભાળીયા હોસ્પીટલ અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ફાયરીંગ પાછળનું કારણ અને કોણ ઇજાગ્રસ્ત બન્યું, કોણે કર્યુ એ તમામ વિગતોના અંકોળા મેળવવામાં આવી રહયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ચર્ચાઓ થઇ રહી છે. બીજી બાજુ ફાયરીંગ થયા અંગે લગત પોલીસ વિભાગનો સંપર્ક કરતા મૌન સેવી લેવામાં આવ્યુ છે અને કોઇ વિગતો સત્તાવાર રીતે બહાર આવી નથી. ફરીયાદ નોંધાયા બાદ કેટલીક વિગતો સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application