BREAKING NEWS

દ્વારકા : ઓખામાં નવરાત્રી દરમ્યાન વધુ એક વખત માથાકુટ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ

  • October 01, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓખામાં નવરાત્રી દરમ્યાન લુખ્ખા અને આવારા તત્વો એ માજા મુકી હોય તેમ એક બાદ એક માથાકુટોનો સિલસિલો પ્રકાશમાં આવી રહ્યો છે. ગરબે રમવા આવતી બાળાઓ મહિલાઓ અને સ્થાનિકોમા ભયનો માહોલ ફેલાવાની સાથે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આ અંગે જીલ્લા પોલીસ વડા તાત્કાલિક પગલાં ભરે અને આ ભય મુક્ત માહોલ માંથી સ્થાનિકો ને મુક્તી અપાવે તેવી માંગ ઉઠવા પામી છે 


જે અંગેની વધુ જાણવા મળતી વિગત મુજબ નવરાત્રિ તહેવાર દરમ્યાન ત્રીજા નોરતે માછીમારી બંદરની ગરબીમાં બબાલ બાદ ચોથા નોરતે ખોડીયાર મંદિર પાસે માથાકુટ થતાં મહિલાઓ અને સ્થાનિકોમા ભયનો માહોલ ફેલાયો હતો અને બનાવના પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી પાંચમા નોરતા થી દારૂ પીધેલાઓ લુખ્ખા અને આવારા તત્વો ને પાઠ ભણાવવા નું શરુ કરાયું હતું. આ વચ્ચે ફરી ગત રાત્રે ખોડીયાર નવરાત્રી નજીક માથાકુટ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 


ઓખામાં ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન કોઈ અણબનાવ ના બને એ માટે તાત્કાલિન પીએસઆઇ સુવા દ્વારા નોનવેઝના ધંધા બંધ કરાવાયા હતા જેના કારણે એક પણ માથાકુટ થઇ ના હતી. આ વખતે એક પછી એક વિવાદ  સામે આવી રહ્યા છે ત્યારે નવરાત્રિ તથા આવનારા તહેવારોમાં હવે નોનવેજ નાં હાટડા બંધ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે. 


જીલ્લા પોલીસ વડા તાત્કાલિક પગલાં લ્યે તેવી લોક માંગ ઉઠી

ઓખામાં નવરાત્રી દરમ્યાન એક બાદ એક એમ ત્રણ વખત માથાકુટનાં બનાવો પ્રકાશમાં આવતા સ્થાનિકો  ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક પગલાં ભરી અસામાજીક તત્વોની શા ઠેકાણે લાવવામાં આવે એવી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application