BREAKING NEWS

લોક ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી, કોર્ટે જામીન રદ કરી 30 દિવસમાં સરેન્ડર કરવા આપ્યો આદેશ

  • November 12, 2025 09:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકડાયરાના કલાકાર દેવાયત ખવડની મુશ્કેલી ફરી વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.


મળતી માહિતી અનુસાર, ફરિયાદ ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે.


શું છે સમગ્ર કેસ?

આ કેસની હકિકત એવી છે કે, અમદાવાદ નજીકના સનાથલ ગામ ખાતે ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરૂદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આથી વિવાદ વકર્યો હતો.


અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યો હતો

દરમિયાન અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો તાલાલાના ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હોવા અંગે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી દેવાયત ખવડ અને તેના માણસોએ તેમની ફોર્ચ્યુનર કાર કિયા ગાડી સાથે સામે અથડાવી હતી. જેમાં અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યો હતો. 


પોલીસે દુધઈ ખાતેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી

જે ગુનામાં ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિત છ આરોપીને દુધઈ ખાતેના તેના ફાર્મ હાઉસમાંથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે દેવાયત ખવડ વગેરેને તાલાલા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડની માંગ નામંજૂર કરી અને કેસના તમામ સાત આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News