જામનગર : જોડિયાની નદીમાં ડૂબી જવાથી માલધારી પ્રૌઢનું મૃત્યુ
જામનગર : જોડિયાની નદીમાં ડૂબી જવાથી માલધારી પ્રૌઢનું મૃત્યુ
May 04, 2026 01:38 PM
જામનગર : જોડિયાની નદીમાં ડૂબી જવાથી માલધારી પ્રૌઢનું મૃત્યુ
જોડિયા તાલુકાના માવના ગામની સીમ વિસ્તારમાં આવેલ ડેમી નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ જુના માવનુ ગામના રહેવાસી અરજણભાઈ પુનાભાઈ લાંબરીયા (ઉંમર અંદાજે ૫૪ વર્ષ) તા. ૦૨ મેના રોજ સવારના સમયે ડેમી નદી ખાતે ન્હાવા માટે ગયેલ હતા. તે દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયું હતું.
આ અંગે તેમના પુત્ર રાજેશભાઈ લાંબરીયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.