BREAKING NEWS

જામનગર : કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી એક શખ્સ ૨૩૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એલસીબીના હાથે ઝડપાયો; સપ્લાયર નું નામ ખુલ્યું

  • February 07, 2026 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગઈકાલે રાત્રે કાલાવડ પંથકમાં ઈંગ્લીશ દારૂ અંગે દરોડો પાડયો હતો, અને ૨૩૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે વાડી વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લીધો છે.


 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, કે કાલાવડમાં ખોડીયાર પરા વિસ્તારમાં રહેતો કેતન ઉર્ફે પીપીઓ વાલજીભાઈ વૈષ્ણવ નામનો શખ્સ વાડી વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને કેતન વૈષ્ણવને રૂપિયા ૫૯,૫૦૦ ની કિંમતની ૨૩૬ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે ઝડપી લીધો છે.


 જેની સામે કાલાવડ પોલીસ મધકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેને ઉપરોકત દારૂનો જથ્થો કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application