જામનગર: વાંકીયા ગામની સીમમાં વિદેશી દારૂ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જામનગર: વાંકીયા ગામની સીમમાં વિદેશી દારૂ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
November 21, 2026 12:43 PM
જામનગર: વાંકીયા ગામની સીમમાં વિદેશી દારૂ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
ધ્રોલ પોલીસના દરોડામાં દારૂના ૧૭ ચપટા કબ્જે
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલી એક વાડી પાસે વિદેશી દારૂ સાથે ઊભેલા મધ્યપ્રદેશના શ્રમિકને પોલીસ પોલીસે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાંકીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વાંકીયા ગામની સીમમાં પરષોત્તમભાઈની વાડીમાં રહેતો નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા વિદેશી દારૂ સાથે ઊભો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરમિયાન વાડીના શેઢા પાસે પ્લાસ્ટિકના થેલા સાથે ઊભેલા નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા (ઉ.વ. ૩૫, મૂળ રહે. આમખૂટ ગામ, મધ્યપ્રદેશ)ની તપાસ કરતાં તેની પાસેથી દારૂના ચપટા નંગ ૧૭ જેની કિંમત ૧,૭૦૦ થાય છે, તે કબજે કરી હતી. દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાતાં પોલીસે આરોપીની પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.