BREAKING NEWS

ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર યુવાનને ઈજા

  • November 21, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર યુવાનને ઈજા

ખંભાળીયાથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરાયો

ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા કમલેશભાઈ તેશીભાઈ ડગરા નામના ૩૦ વર્ષના યુવાન ગત તા. ૫ નવેમ્બરના રોજ પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા નજીક આવેલા ટોલનાકે કામ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ૫ કિલોમીટર દૂર આર.ટી.ઓ. ચોકડી નજીક આવેલા એક મંદિર પાસેથી પસાર થઈ થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ જે. ૮૧૦૯ નંબરના એક ફોર વ્હીલરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, કમલેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ બનાવ બનતા ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે કમલેશભાઈને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ માટે મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કીરધરભાઈ તેસીભાઈ ડગરા (ઉ.વ. ૩૩) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application