BREAKING NEWS

દીપાવલી પર્વે રંગોળી દ્વારા મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિનો સંદેશ આપતું જામનગર જિલ્લા વહીવટી તંત્ર

  • November 07, 2026 10:10 AM 

દીપાવલી પર્વે રંગોળી દ્વારા મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિનો સંદેશ આપતું જામનગર જિલ્લા વહીવટી તંત્ર

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આકર્ષક સંદેશાત્મક રંગોળી તૈયાર કરાઈ

દીપાવલીના પાવન પર્વ નિમિત્તે મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલાઓના અધિકારો અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં આકર્ષક અને સંદેશાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત કાર્યરત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ના સ્ટાફ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

રંગોળીના માધ્યમથી મહિલા સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા, મહિલા હેલ્પલાઇન 181, દીકરીઓના અધિકારો તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે કલાત્મક રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. તહેવારની ઉજવણી સાથે મહિલાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવાનો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયા, DHEWના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર  બંસીબેન ખોડિયાર, સમગ્ર ટીમ તથા વન સ્ટોપ સેન્ટર (OSC)ના સ્ટાફની આ સર્જનાત્મક અને જનજાગૃતિલક્ષી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application