BREAKING NEWS

જામનગરમાં મિશ્ર ઋતુનો દૌર યથાવત પરોઢિયે ઠંડીમાં વધારો

  • November 06, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મિશ્ર ઋતુનો દૌર યથાવત પરોઢિયે ઠંડીમાં વધારો

લધુત્તમ ૧૯ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી સેલ્સિયસ 

નવા વર્ષના આગમનને જુજ દિવસ બાકી રહ્યા હોવા છતાં જામનગર તથા સમગ્ર હાલારમાં થરથરાવે તેવી ટાઈઢનું આગમન થયું નથી તેથી લોકોમાં આશ્ચર્ય થઇ રહ્યું છે,હજુ સુધી હાલારવાસીઓને સ્વેટર,મફલર કે ટોપી, મોજા પહેરવાની જરૂર નથી પડી.

સામાન્ય સંજોગોમાં નવરાત્રિથી જ ગરમીનો પારો,ઠંડી તરફ સરકતો હોય છે અને દિવાળીના તહેવારોમાં તો શિયાળાનું પુરેપુરૂ આગમન  થઈ ગયું હોય છે,પરંતુ આ ૨૦૮૨ના અંતિમ દિવસોમાં પણ દિવસના ભાગે ગરમી યથાવત્ રહેવા પામી છે.

કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન ૧૯, મહત્તમ તાપમાનનો પારો ૩૪, હવામાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા રહેવા પામ્યું છે જ્યારે પવનની ગતિ ૪ રહી છે, ગુરૂવારની તુલનાએ આજે શુક્રવારે લધુત્તમ તાપમાનનો ૦.૨નો ઘટાડો, મહત્તમ તાપમાનમાં ૦.૬નો ઘટાડો તથા  ભેજમાં પણ એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

જામનગર અને દ્વારકા જિલ્લામાં ચોમાસાની મૌસમ નબળી ગઈ હોવાના લીધે બન્ને જિલ્લાના તળાવ, નદીનાળાં, ડેમો તળીયાજાટક થઈ ગયા છે,અમુક થવામાં છે,ત્યારે શિયાળાના પ્રારંભથી જ પાણીની તંગી જોવા મળી રહી  છે ખાસ કરીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા તથા ઓખામંડળની સ્થિતિ વધારે ખરાબ છે.મિશ્ર રૂતુના કારણે બન્ને જિલ્લામાં તાવ,શરદ,ઉધરસના કેસોનું પ્રમાણ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application