BREAKING NEWS

જામ્યુકોના કર્મચારીના આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય

  • October 05, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના કર્મચારીના આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય

ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી આવતા પરિવારજનોમાં અરેરાટી 

જામનગર નજીક લહેર તળાવમાંથી ગઇકાલે એક મૃતદેહ મળી આવતા ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી તપાસ દરમ્યાન મરણજનાર જામ્યુકોના કર્મચારી હોવાની ઓળખ થઇ હતી, કયા કારણસર પગલુ ભર્યુ એ બાબતે તપાસ ચાલી રહી છે. સુત્રોમાંથી એવું જાણવા મળ્યુ છે કે તેમના પર દેવુ હતું અને ઉપરી અધિકારીએ નોટીસ આપી હતી. જો કે હાલ બનાવ પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યુ છે. 

જામનગર નજીક નાધેડી વિસ્તારમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ જામનગર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા હસમુખભાઈ રતીલાલ પુરબીયા (ઉ.વ. આશરે ૫૫) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. હસમુખભાઈ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ પરત ન ફરતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.

દરમિયાન નાઘેડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચતાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી બાજુ એવું જાણવા મળ્યું છે કે કર્મચારી પર દેવુ થઇ ગયુ હતું અને ઉપરી અધિકારી દ્વારા બે નોટીસ પાઠવવામાં આવી હતી દરમ્યાન તેઓ શનિવારે ઘરેથી નીકળી ગયા હતા અને તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, કયા કારણસર પગલુ ભર્યુ એ બાબતે તપાસ ચાલી રહી છે જે તપાસના અંતે ચોકકસ કારણ બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application