BREAKING NEWS

કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનું નવું સ્ટોપેજ

  • January 09, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનું નવું સ્ટોપેજ 
​​​​​​​

​મુસાફરોની સુવિધા માટે રેલવેનો મહત્વપૂર્ણ નિર્ણય 

​ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

 ​નવું સ્ટોપેજ — સમયપત્રક 

1) ​ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ

પોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર:
આગમન: 12:22 કલાકે
પ્રસ્થાન: 12:24 કલાકે

2) ​ટ્રેન સંખ્યા 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ

મુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર:
આગમન: 20:11 કલાકે
પ્રસ્થાન: 20:13 કલાકે

​આ વધારાનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી કિશનગઢ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુસાફરીમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application