BREAKING NEWS

06 ઓગસ્ટથી ઓખા–બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી 20 મિનિટ વહેલી ઉપડશે

  • July 23, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


06 ઓગસ્ટથી ઓખા–બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી 20 મિનિટ વહેલી ઉપડશે


રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.


​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 06 ઓગસ્ટ, 2026થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 14:25 કલાકના સ્થાને સુધારેલા સમય 14:05 કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 20 મિનિટ વહેલી રવાના થશે.


​નોંધનીય છે કે ઓખા રેલવે સ્ટેશન પછી ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

​​​​​​​​ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application