જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરી હેઠળ પીએસઆઇ એ.બી.ચૌધરી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર મેંગો માર્કેટ પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી મેઇન રોડ પર આવેલા ગેલ કૃપા નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂ. 45,280 કબજે કર્યા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં કારખાનેદાર રમેશ લક્ષ્મણભાઈ રામાણી(ઉ.વ 55 રહે.તુલસી પાર્ક શેરી નંબર 1) શ્રીનિવાસ ઉર્ફે શ્યામ શ્રવિધારામ શર્મા (ઉ.વ 48) ધર્મેશ ચતુરભાઈ હિરાણી (ઉ.વ 45) જગદીશ કરશનભાઈ પાનસુરીયા (ઉ.વ 52) અને વિશાલ મગનભાઈ આસોદરીયા (ઉ.વ 34) નો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech