જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં અવેડીયા મામા નજીક આવેલુ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ધવલભાઈ નાખવા, તેમજ અમરભાઈ કનખરા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમણે સંબંધિત તંત્ર સાથે સંકલન સાધી જરૂરી કામગીરી હાથ ધરાવી હતી. વૃક્ષ રસ્તા પર પડી જતાં વિસ્તારમાં વાહનવ્યવહાર અને અવરજવરમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને કરવત સહિતના સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી દૂર કરવાની કામગીરી કરી હતી. સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી.