BREAKING NEWS

જામનગર : કરાણાની સીમમાં જુગારના અખાડામાંથી ૧૨ શખ્સો ઝડપાયા

  • December 09, 2025 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લાલપુર તાલુકાના કરાણા ગામની સીમમાં એક બાતમીના આધારે એલસીબીની ટુકડીએ જુગારના અખાડા પર દરોડો પાડી ૧૨ શખ્સોને રોકડ, વાહનો, મોબાઇલ મળી ૧૫.૭૫ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે ચાર ઇસમ નાશી ગયા હતા. 


એસપી ડો. રવિ મોહન સૈનીના આદેશથી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટલીયા દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, દરમ્યાન સ્ટાફને મળેલી હકીકતના આધારે લાલપુર તાલુકાના કરાણા ગામની સીમમાં રામ મોઢવાડીયા તથા ભરત મોઢવાડીયા રહે. બંને વડ પાંચસરાવાળા ભેગા મળી બહારથી માણસો બોલાવી, ઘોડીપાસાનો જુગાર રમાડે છે એવી હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.


દરોડા દરમ્યાન ૨.૭૦.૬૦૦ની રોકડ, ૧૨ મોબાઇલ તથા ફોરવ્હીલ વાહન-૩ મળી કુલ ૧૫.૭૫.૬૦૦ના મુદામાલ સાથે વડપાંચસરા ગામના ભરત રણમલ મોઢવાડીયા, નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીના સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, ભીમવાસના રાકેશ તુલશી વાઘેલા, બાપુનગરના અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર, નવાગામ ઘેડના સુરજ કાનજી રાઠોડ, મધુરમ સોસાયટીના કમલેશ જગદીશ ચુંગીવાળા, સિઘ્ધરાજસિંહ ધનુભા ઝાલા, ઇદમસ્જીદની બાજુમાં રહેતા ભરત વલ્લભ કનખરા, શંકરટેકરીના જીજ્ઞેશ ધીરૂ ચાંદ્રા, મધુરમ સોસાયટીના કિશોર ભીમજી સુવા, હિતેન્દ્રસિંહ ઉર્ફે મીથુન અભેસિંહ ઝાલા અને માસ્તર સોસાયટીના ઘનશ્યામસિંહ હનુભા ચાવડાને પકડી લીધા હતા. 


નાશી જનાર ઇસમોમાં નવાગામ ઘેડના લક્ષમણ ઉર્ફે કારૂ રમેશ કંટારીયા, નાગેશ્ર્વરના મહેન્દ્ર ઉર્ફે મુન્નો નરશી ઢાપા, ભીમવાસના અજય વાઘેલા અને વડપાંચસરાના રામ રણમલ મોઢવાડીયાનો સમાવેશ થાય છે જેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દરોડાના પગલે લાલપુર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application