રાજ્યમાં નિર્ભિત અસામાજિક ગુંડા તત્વોમાં ખાખીનો ભય ઉભો થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે ગુનેગારો ઉપર ઠોંસ કાર્યવાહી રૂપે ગેરકાયેદસર મકાન ઉપર બુલડોઝર ફેરવવાની સાથે વીજ જોડાણ કાપવામાં આવી રહ્યા છે. એમ છતાં સામાન્ય માણસોમાંએ પોલીસનો ભય ન હોય તેમ જાહેરમાં મારામારી સહિતના બનાવો રોજબરોજ શહેરમાં વધી જોવા મળી રહ્યા છે. પોલીસની કાર્યવાહી વચ્ચે પોલીસ કર્મી જ આમ જનતા સાથે જાહેરમા ગુંડાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ થતા લોકોમાં પોલીસની જ આકરી ટીકા થઇ રહી છે.
ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે પીત્તો ગુમાવ્યો
નાના મવા મેઈન રોડ પરના શાસ્ત્રી નગર ગેઇટ પાસે આગળ જતી બાઈકમાં પાછળથી આવતી કારે ઠોકર મારતા બાઈક ચાલક યુવાનોએ જોઈને ચલાવવાનું કહેતા કાર સવાર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે પીત્તો ગુમાવ્યો હતો અને કારમાંથી દંડા સાથે ઉતરીને યુવકોને માર મારવામાં આવ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને જાહેરમાં દંડાથી આમ જનતા સાથે મારામારી કરતા હોવાનો વીડિયો કોઈએ ઉતારી લેતા વાયરલ થયો હતો. ઈજાગ્રસ્ત બંને યુવકે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
લાકડી વડે માર મારતા ઉહાપો થયો હતો
પ્રાપ્ત વિગત મુજબ શહેરના શીતલ પાર્ક અસે ભારતીનગર-4માં રહેતો દિપક સંજયભાઈ ધામેચા અને તેનો મિત્ર લખન જીતેન્દ્રભાઈ ઘેડીયા (ઉ.વ.22) બંને અન્ય મિત્રો સાથે પોત પોતાની મોટરસાઈકલમાં ઘરેથી સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે રામનવમીએ દર્શન માટે જતા હતા. ત્યારે શાસ્ત્રીનગર ગેઇટ પાસે પહોંચતા ટ્રાફિકના કારણે બાઈક ઉભી હતી ત્યારે પાછળથી કારએ સ્કૂટરને ઠોકર મારતા દિપકે જોઈને ચલાવવાનું કહેતા કારમાં સવાર ત્રણથી ચાર વ્યક્તિઓમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો દિવ્યરાજસિંહ કરીને વ્યક્તિ હાથમાં લાકડી લઇ ઉતર્યો હતો અને યુવકો સાથે બોલાચાલી કરી લાકડી વડે માર મારતા ઉહાપો થયો હતો.
લોકોના ટોળા એકત્રિત થયા હતા
જાહેરમાં મારામારીના કારણે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને સાદા ડ્રેસમાં પોલીસ કર્મી યુવકોને માર મારતા હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. બંને યુવકો દિપક અને તેના મિત્ર લખનને હાથ અને પગના ભાગે ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકોએ પોલીસ કર્મી પીધેલી હાલતમાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અકસ્માત અને પીધેલા અંગેના આક્ષેપોના પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો પોલીસ માટે ટીકા પાત્ર બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech