જામનગર: વીજ કંપનીનો અપીલમાં પણ પરાજય
જામનગરમાં, ઉદ્યોગનગરમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના નામે કારખાનું આવેલ છે. જેમાં સને : ૨૦૧૯ ની સાલમાં વીજ કંપની દ્વારા ચેકીંગ કરવામાં આવેલ, અને મીટરમાં ૯૪૯૬૭૨.૯૫ નો કોડ આવે છે તેવું કહી મીટર ઉતારવામાં આવેલ. ઉપરોક્ત મીટરનું લેબોરેટરીમાં ચેકીંગમાં પણ વીજચોરી દર્શાવી આરતી ઇન્ડસ્ટ્રીઝને વીજચોરીનું રૂા. ૪૯,૮૪૩.૬૩ નું બીલ મોકલવામાં આવેલ. જે બીલ બાદ પ્રશાંત દામજીભાઈ મંગે દ્વારા સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી વીજ કંપની સામે દાવો દાખલ કરેલ. જે દાવો સીવીલ કોર્ટ દ્વારા મંજુર કરી બીલ રદ કરેલ તથા ભરપાઈ કરેલ રકમ વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કરેલ.
જે હુકમ સામે વીજ કંપની દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી કોર્ટના હુકમને પડકારવામાં આવેલ, અને કોર્ટનો હુકમ રદબાતલ કરાવવા અપીલ ફાઈલ કરવામાં આવેલ. જેની સુનવણી હાલ થતા વીજ કંપની દ્વારા રજુઆતો કરવામાં આવેલ. જેની સામે પ્રશાંતભાઈના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ અને સ્થળ ઉપર મીટર ઉતારતી વખતે કોઈ ચોરી ન હતી. ઉપરાંત માત્ર કોડ હોવાથી વીજચોરી કઈ રીતે થઇ શકે તેવું ક્યાય વીજ કંપની સાબીત કરી શકેલ નથી તેવી ધારદાર દલીલો કરવામાં આવેલ.જેથી એડી. ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા વીજ કંપનીની અપીલ ખર્ચ સહિત રદ કરી વાદી / રીસ્પોન્ડન્ટની ફેવરમાં સીવીલ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવેલ હતું તે યથાવત રાખવાનો હુકમ કરવામાં આવેલ.
આ કેસમાં રીસ્પોન્ડન્ટ તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.