BREAKING NEWS

જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા વિઘ્નહર્તાને ૧૫,૫૫૧ લાડુનો ભોગ

  • September 23, 2026 11:46 AM 

જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા વિઘ્નહર્તાને ૧૫,૫૫૧ લાડુનો ભોગ

​​​​​​​જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર ૪, મકવાણા સોસાયટી, આઝાદ ચોક ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક ૧૫,૫૫૧ લાડુનો ભવ્ય પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ગઈકાલે તા. ૨૨-૦૯-૨૦૨૬, મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મંડળના ઉત્સાહી કાર્યકરો અને ભક્તો દ્વારા લાડુ બનાવવાની સેવા શરૂ કરવામાં આવી હતી. આખી રાત ચાલેલી ભક્તિમય જહેમત બાદ આજે ૧૫,૫૫૧ લાડુ તૈયાર કરીને ગણપતિ બાપ્પાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. બાપ્પાને ભોગ ધરાવ્યા બાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી પૂર્ણ થયા પછી ઉપસ્થિત તમામ ગણેશ ભક્તોને આ પવિત્ર લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application