ફ્લાય દુબઈની FZ1073 ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં ઘાયલ થયેલા કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે દ્વારકાધીશ સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
174 મુસાફરો સાથેની ફ્લાઇટમાં બનેલી ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કૅપ્ટન મછારે હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. તેમની કામગીરીના પગલે હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ મળી હતી અને ફ્લાઇટને સુરક્ષિત રીતે તબૂક એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.
કૅપ્ટન સ્મિત મછારના વહેલા સ્વાસ્થ્યલાભ અને સંપૂર્ણ આરોગ્ય માટે ગઈકાલે સાંજે 7:30 કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીના સાનિધ્યમાં પાદુકા પૂજન યોજાયું હતું. શ્રી દ્વારકાધીશના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરી કૅપ્ટન મછાર વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.