દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ-દ્વારકા તાલુકાના વસઈ ગામે રાજ્ય સરકારના સેવા સેતુ ૨.૧ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ છેવાડાના માનવીને ગ્રામ્ય સ્તરે જ વિવિધ વહીવટી સેવાઓનો લાભ પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ વિવિધ સ્ટોલ તૈયાર કરીને સરકારી યોજનાનો લાભ મેળવવા માટેની અરજી, તેમાં માટે જરૂરી જાતિના પ્રમાણપત્રો, ક્રીમીલેયર પ્રમાણપત્રો, પી.એમ. જે.વાય. કાર્ડ, જન ધન બેંક એકાઉન્ટ વગેરેની સેવા પુરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.