BREAKING NEWS

જામનગરમાં રીક્ષા ચાલકો માટે નવી પીએસ આઈડેન્ટિફીકેશન પોલિસી અમલમાં

  • July 01, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રીક્ષા ચાલકો માટે નવી પીએસ આઈડેન્ટિફીકેશન પોલિસી અમલમાં

શહેરના રિક્ષા ચાલકો-માલિકોને પોલીસ ઓળખ નંબર મેળવવા અપીલ

જામનગર શહેરના સીટી એ. ડિવિઝન, સીટી બી. ડિવિઝન તથા સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકો સાથે ત્વરિત સંપર્ક અને સંકલન સુનિશ્ચિત કરવા માટે દરેક રિક્ષાને પોલીસ ઓળખ નંબર આપવામાં આવશે.

આ પોલીસ ઓળખ નંબર મેળવવા માટે સંબંધિત વિસ્તારના રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષા, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ કાયમી અથવા હંગામી રિક્ષા સ્ટેન્ડની વિગતો સાથે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે.

સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રિક્ષા માલિકો અને ચાલકો હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ધુડાભાઈ મોરી (મો. નં. ૯૭૨૩૬૯૫૬૩૫), હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ભરતસિંહ પરમાર (મો. નં. ૭૮૭૮૪૦૭૮૯૯) તથા એ.એસ.આઈ. રાજેશભાઈ દુર્લભજીભાઈ વેગડ (મો. નં. ૮૨૦૦૧૪૧૪૯૨) નો સંપર્ક કરી શકશે.

સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રિક્ષા માલિકો અને ચાલકો હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ડાયાલાલ પરમાર (મો. નં. ૮૧૪૦૧૮૦૯૩૨), પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઈ રફીકભાઈ બેલીમ (મો. નં. ૭૮૧૭૮૦૫૦૫૦) તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર (મો. નં. ૮૪૬૯૪૩૦૩૦૩) નો સંપર્ક કરી શકશે.

જ્યારે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રિક્ષા માલિકો અને ચાલકો પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ પોપટભાઈ ગાગીયા (મો. નં. ૯૭૭૩૧૨૦૬૪૮) તથા હેડ કોન્સ્ટેબલ ફૈઝલભાઈ ચાવડા (મો. નં. ૮૩૨૦૯૭૦૯૫૯) નો સંપર્ક કરી શકશે.

જામનગર શહેર પોલીસે તમામ રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકોને જરૂરી દસ્તાવેજો સાથે વહેલી તકે સંપર્ક કરી પોલીસ ઓળખ નંબર મેળવવા અનુરોધ કર્યો છે, જેથી જરૂરિયાતના સમયે પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઝડપી સંપર્ક અને અસરકારક સંકલન જાળવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application