BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ

  • September 19, 2026 02:45 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ દ્વારા જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, માર્ગ સલામતી સમિતિની માર્ગદર્શિકાઓનો ચુસ્ત પણે અમલ થઈ તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ વિષયક કાર્યક્રમો યોજવાનું આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. 

તદ્ઉપરાંત, જિલ્લામાં અકસ્માત સંભવિત વિસ્તારો નજીક શાળા ઓળખ કરી સમલતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમજ હિટ એન્ડ રન અંતર્ગત કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. 

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, એ.આર.ટી.ઓ જી.વી.તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application