BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતીનો સંદેશો આપતી બાઇક રેલી યોજાઈ

  • September 24, 2026 01:10 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતીનો સંદેશો આપતી બાઇક રેલી યોજાઈ

જિલ્લા પોલીસ તંત્ર તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દેવભૂમિ દ્વારકા સયુંકત ઉપક્રમે યોજાયેલ બાઇક રેલીમાં માર્ગ સલામતી શપથ ગ્રહણ કરાયાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા જ્યોત કાર્યક્રમ અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે જિલ્લા સેવા સદન,જામખંભાળિયાથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ગ સલામતી સંદેશ આપતી બાઇક રેલી યોજાઈ હતી. 

જાગૃત નાગરિક, સુરક્ષિત સમાજના સૂત્રને ચરિતાર્થ કરતી બાઇક રેલી બહોળી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. માર્ગ સલામતી સંદેશો આપતી આ બાઈક રેલી જિલ્લા સેવા સદન ખાતેથી શરૂ થઈ રેલવે સ્ટેશન  - નગર ગેટ - જોધપુર ગેટ - આઈ.ટી.આઈ - પાયલ ચોકડી - પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. ઉપરાંત, પોલીસ હેડક્વાર્ટર ખાતે સૌએ માર્ગ સલામતી શપથ લઈ હેલ્મેટ અવશ્ય પહેરવા, ઝડપથી વાહન ન ચલાવવા, રોંગ સાઇડ વાહન ન ચલાવવા સહિતના શપથ ગ્રહણ કર્યા હતા. 

આ તકે એ.એસ.પી. પ્રખરકુમાર, મામલતદાર વીરાંગ વ્યાસ, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જી.વી. તલસાણીયા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application